ગાજરનું સુપ | Carrot Soup, Gajar Soup Recipe
તરલા દલાલ દ્વારા
Added to 338 cookbooks
This recipe has been viewed 8241 times
આ સૌમ્ય સ્વાદવાળું અને શુન્ય તેલવાળું ગાજરનું સુપ રાત્રીના એક હલકા ભોજન માટે આર્દશ શરૂઆત છે. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન-એ હોય છે, જે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ ગણાય છે, અને તે તમારા શરીરને ફ્રી-રેડિકલ્સથી મુક્ત કરીને શરીરનું શુધ્ધિકરણ કરે છે. ઓછી ચરબીવાળા દૂધ વડે બનતું આ સુપ નવાઇ પામી જવાય તેટલી ઓછી કૅલરી ધરાવે છે.
આ ગાજરના સુપમાં હોશિયારતાપૂર્વક પ્રોટીનયુક્ત મગની દાળનો ઉપયોગ તેને ઘટ્ટ બનાવવામાં કરવામાં આવ્યો છે, અને કાંદા અને તાજા મરીનું પાવડર તેને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં ઉમેરવામાં આવ્યું છે. આમ જે સ્વાદિષ્ટ તૈયાર થતું ગાજરનું સુપ તમને તાજગી અને સ્ફુર્તિ આપશે.
Method- એક પ્રેશર કુકરમાં ગાજર, કાંદા, મગની દાળ અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મિશ્રણને કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે મિશ્રણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરની જારમાં મૂકી સુંવાળી પ્યુરી તૈયાર કરો.
- હવે આ પ્યુરીને એક નૉન-સ્ટીક પૅનમાં રેડી, તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ગાજરનું સુપ has not been reviewed
5 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
October 28, 2014
Vitamin A rich soup for sparkling eyes....The sweetness of carrots is the most important flavour of this soup....Made without the use of oil, it's perfect for weight watchers....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe