You are here: Home> બ્રેડ પકોડા રેસીપી
બ્રેડ પકોડા રેસીપી

Tarla Dalal
23 February, 2025


Table of Content
બ્રેડ પકોડા રેસીપી | ઘરે બ્રેડ પકોડા બનાવવાની સરળ રીત | પંજાબી બ્રેડ પકોડા | bread pakora recipe in gujarati | with 15 amazing images.
બ્રેડ પકોડા બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે, કારણ કે આમાં ફક્ત સરળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્લાઇસ કરેલી બ્રેડને ચણાના લોટના ખીરામાં ડુબાડવામાં આવે છે અને મસાલાની સાથે ચોખાનો લોટ પણ ઉમેરવામા આવે છે, અને સંપૂર્ણપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવામાં આવે છે.
આ બ્રેડ પકોડા રેસીપીને ભૂલથી ન સમજો કે જેમાં બે સ્લાઈસમાં આલુ મિશ્રણ (આલુ સ્ટફિંગ સાથે બ્રેડ પકોડા) ભરેલા હોય છે, તેને બેસનમાં કોટ કરીને પછી તળવામાં આવે છે. આ બ્રેડ પકોડા રેસીપી એ એક ઝડપી અને સરળ સાંજનો નાસ્તો છે જેનો સ્વાદ એક કપ ગરમ ચા સાથે ઉત્તમ છે.
ટેસ્ટી અને ક્રન્ચી, બટાકા વગરના આ ઝડપી બ્રેડ પકોડા ભારતમાં ચાના સમયના સૌથી લોકપ્રિય નાસ્તામાંના એક છે. તે ઘણીવાર રસ્તાની બાજુના વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવે છે, અને શિયાળાના મહિનાઓમાં ઘણું વેચાય છે!
બ્રેડ પકોડા રેસીપી - Bread Pakora, Indian Snack recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
બ્રેડ પકોડા માટે
3/4 કપ ચણાનો લોટ ( besan )
1 ટેબલસ્પૂન ચોખાનો લોટ (rice flour, chawal ka atta )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
તેલ ( oil ) , તળવા માટે
બ્રેડ પકોડા સાથે પીરસવા માટે
વિધિ
- બ્રેડ પકોડા બનાવવા માટે, દરેક બ્રેડ સ્લાઈસને ધારદાર છરી વડે ૪ સરખા ટુકડા કરી લો. તમને કુલ મળીને ૨૪ બ્રેડના ટુકડા મળશે. બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બ્રેડના ટુકડા અને કોથમીર સિવાયની બધી જ સામગ્રી ભેગી કરો અને લગભગ ૩/૪ કપ પાણી સારી રીતે હલાવો.
- કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, એક સમયે એક બ્રેડના ટુકડાને ખીરામાં બોળીને મધ્યમ તાપ પર બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. એક ટીશ્યુ પેપર પર કાઢી લો. તમે એક સમયે ૫ થી ૬ ટુકડાઓ તળી શકો છો.
- વધુ બ્રેડ પકોડાને ડીપ-ફ્રાય કરવા માટે સ્ટેપ 4નું પુનરાવર્તન કરો.
- બ્રેડ પકોડાને તરત જ ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.