ચોખા અને મગની દાળની ઈડલી | ઈડલી રેસીપી | હેલ્ધી ઈડલી રેસીપી | Rice and Moong Dal Idli
તરલા દલાલ દ્વારા
Added to 342 cookbooks
This recipe has been viewed 12995 times
ચોખા અને મગની દાળની ઈડલી | ઈડલી રેસીપી | હેલ્ધી ઈડલી રેસીપી | rice and moong dal idli in Gujarati | with 30 amazing images.
દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઈડલી જે પારંપારિક રીતે ચોખા અને અડદની દાળમાંથી બને છે તેને અલગ રીતે બનાવવામાં આવી છે આ ચોખા અને મગની દાળની ઈડલી. સપ્રમાણ માત્રામાં લીધેલ ચોખા અને મગની દાળ ને લીધે આ ઇડલી સુંદર, સ્વાદિષ્ટ અને મોહક બને છે જે તમારા કુટુંબના દરેક સભ્યને જરૂરથી ભાવશે. આ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર ઇડલીમાં વપરાયેલાં શાકોને કારણે ઘણા વિટામિન મળે છે.
Add your private note
ચોખા અને મગની દાળની ઈડલી - Rice and Moong Dal Idli recipe in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: ૫ થી ૬ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૬ ઇડલી માટે
Method- એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.
- હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
- હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે ખીરાને બાફતા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
- હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.
- હવે થોડું-થોડું ખીરૂ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
- થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:- ઇડલીમાં ટૂથપિક અથવા ચાકુ અંદર નાંખી બહાર કાઢો અને જો તે ચોખ્ખી બહાર આવે તો સમજો ઇડલી બરોબર રધાંઇ છે
Other Related Recipes
Accompaniments
2 reviews received for ચોખા અને મગની દાળની ઈડલી
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe