ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | Eggless Chocolate Pudding, Indian Style
તરલા દલાલ દ્વારા
Added to 87 cookbooks
This recipe has been viewed 6363 times
ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | eggless chocolate pudding recipe in Gujarati | with amazing images.
આ એગલેસ ચોકલેટ પુડીંગ એક એવી નવાઇ ભરેલી વાનગી છે કે તમારા મિત્રોને પણ જરૂર નવાઇ લાગશે કારણકે તેમાં ચરબીયુક્ત ઇંડાના બદલે અગાર-અગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બહુ ટુંકા સમયમાં તૈયાર થતી આ લો કેલરી ચોકલેટ પુડિંગ ચોકલેટની તમારી મનગમતી વાનગીઓમાં આગળ પડતી રહેશે કારણકે તેમા કેલરી ઓછી અને જોશીલું સ્વાદ અને સુવાસ રહેલા છે.
જો કે તેમાં ચરબી ઓછી છે, પણ જ્યારે તમને ક્યારેક કોઇ ચોકલેટવાળું ડેઝર્ટ ખાવાની ઇચ્છા થાય, ત્યારે આ ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ જરૂરથી માણવા જેવો છે.
Method- એગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર અને ૨ ટેબલસ્પૂન લૉ ફેટ દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં અગાર-અગાર સાથે ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૬ થી ૭ મિનિટ અથવા અગાર-અગાર બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે મિશ્રણને મલમલના કપડા વડે ગાળી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એ જ પૅનમાં બાકી રહેલું દૂધ ઉકાળીને તેમાં અગાર-અગારનું મિશ્રણ, શુગર સબસ્ટિટ્યૂટ અને કોકો-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ૮ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને સહજ ઠંડું થવા દો.
- પછી તેને રેફ્રીજરેટરમાં ૨ થી ૩ કલાક અથવા પુડીંગ સંપૂર્ણ સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.
- ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
એગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
September 10, 2014
Now even diabetics can fulfill their sweet tooth. This low calorie chocolate pudding is so soft and smooth in its texture.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe