You are here: Home> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલીયન પીઝા > વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ
વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ

Tarla Dalal
23 February, 2025


Table of Content
પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, જીભને સ્વાદિષ્ટ લાગે અને ભૂખને ઉગાડનાર એવી આ નાસ્તાની વાનગી દ્વારા તમને મળશે.
આ મજેદાર વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, લસણવાળી કણિકમાં ચીઝ ભરેલા શાકભાજીનું મિશ્રણ ભરીને તૈયાર કરવામાં આવ્યા છે. તે પછી ઉપરથી હર્બ્સ્ નું મિશ્રણ બ્રશ વડે લગાડી ઉપરથી ચીઝ ભભરાવી તેને બેક કરવામાં આવ્યા છે.
વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ - Veg Stuffed Cheesy Pizza Balls recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન ઇન્સ્ટન્ટ સૂકું ખમીર
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન સાકર (sugar)
1/2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
મીઠું (salt) , સ્વાદનુસાર
મેંદો (plain flour , maida) , ઉપર છાંટવા માટે
8 ટીસ્પૂન લીંબુ (lemon)
8 ટીસ્પૂન સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
8 મોઝરેલા ચીઝના ચોરસ ટુકડા (mozzarella cheese cubes)
2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1/2 ટેબલસ્પૂન દૂધ (milk)
1/2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ (dried mixed herbs)
1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
વિધિ
- એક બાઉલમાં સૂકું ખમીર, સાકર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકણ વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, ઑરેગાનો, જેતૂનનું તેલ, લસણની પેસ્ટ અને મીઠું મેળવીને જરૂરી હુંફાળા પાણી સાથે ગુંદીને નરમ કણિક તૈયાર કરો.
- આ કણીકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૧ કલાક માટે બાજુ પર રાખો.
- ૧ કલાક પછી કણિકને ફરીથી ગુંદીને સાફ સપાટ જગ્યા પર રાખીને ૩૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૧૨” x ૮”)ના લંબચોરસ આકારમાં વણી લો.
- તે પછી ચપ્પુ વડે તેના ૮ સરખા ભાગ પાડો.
- હવે એક ભાગને સાફ સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં ૧ ટીસ્પૂન પીઝા સૉસ મૂકો.
- તે પછી તેની પર ૧ ટીસ્પૂન જેટલા રંગીન સિમલા મરચાં મૂકો.
- તે પછી તેની પર મોઝરેલા ચીઝનો ટુકડો મૂકી ઉપર ૧/૪ ટીસ્પૂન ઑરેગાનો સરખી રીતે છાંટી લો.
- હવે તેની દરેક બાજુઓ વાળીને બંધ કરી હલકા હાથે વાળીને ગોળ બોલ તૈયાર કરી લો.
- રીત ક્રમાંક ૬ થી ૯ મુજબ બીજા ૭ બોલ તૈયાર કરી લો.
- આમ આ બધા બોલ્સને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસની એલ્યુમિનિયમના ગોળ ટીનમાં મૂકી દો.
- આ ટીનને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- તે પછી મલમલનું કપડું કાઢીને દરેક બોલ પર બ્રશ વડે દૂધ લગાડી ઉપર સૂકા હર્બ્સ્, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ અને છેલ્લે ચીઝ સરખી રીતે ભભરાવી લો.
- હવે તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે)ના તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
- તરત જ પીરસો.