You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ
ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ | unni appam, mini sweet appam in gujarati | with 24 amazing images.
દક્ષિણ ભારતીય ઉન્નિયપ્પમ, ચોખા, કેળા, નાળિયેર, તલ, ઇલાયચી પાવડર અને પીગળેલા ગોળથી બનેલો એક નાનો ગોળ સ્વીટ નાસ્તો છે!
ઉન્નિયપ્પમ પરંપરાગત રીતે ઘઉંના લોટ અથવા ઘઉં અને ચોખાના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, અહીં ફક્ત કાચા ચોખાનો ઉપયોગ કરીને થોડો ફેરફાર કરીને બનાવ્યા છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
14 ઉન્નિયપ્પમ
સામગ્રી
ઉન્ની અપ્પમ માટે
1/2 કપ ચોખા (chawal) , પલાળીને ધોઈ નાખો
1/2 કપ ખમણેલો ગોળ (grated jaggery (gur)
1/4 કપ સમારેલા કેળા (chopped bananas)
1 ટીસ્પૂન ઘી (ghee)
1/2 કપ સમારેલા નાળિયેર
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
ઘી (ghee) રાંધવા માટે
વિધિ
- ઉન્ની અપ્પમ બનાવવા માટે, નાના નોન-સ્ટીક પૈનમાં ઘી ગરમ કરો, નાળિયેર નાખીને મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળી લો. એક બાજુ રાખો.
- ચોખા, ગોળ, કેળા અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સરમાં ભેગું કરો અને તેને સુવાળું મિશ્રણ તૈયાર કરો.
- મિશ્રણને એક ઊંડા બાઉલ નાખો. પછી એમાં નાળિયેર અને ઇલાયચી પાવડર ઉમેરી, બરાબર મિક્સ કરી લો.
- એક અપ્પે મોલ્ડમાં થોડું ઘી ઉમેરી મધ્યમ તાપ પર ગરમ કરો, દરેક મોલ્ડમાં ૧ ટેબલસ્પૂન તૈયાર મિશ્રણ નાખો.
- થોડું ઘી રેડીને, નીચી સપાટી સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો અને પછી કાંટા ચમ્મચનો ઉપયોગ કરીને દરેક અપ્પમને ફેરવી લો, જેથી તેને બીજી બાજુથી રાંધી લેવાય.
- આ જ પ્રમાણે બાકી રહેલા મિશ્રણ વડે બીજા વધુ ઉન્નિયપ્પમ તૈયાર કરી લો.
- ઉન્ની અપ્પમ ને તરત જ પીરસો.