You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > રાજમા ઢોકળા
રાજમા ઢોકળા
Viewed: 5540 times

Tarla Dalal
17 February, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Rajma Dhokla - Read in English
राजमा ढोकला रेसिपी | राजमा ढोकला शाकाहारी रेसिपी | ढोकला रेसिपी | नाश्ता रेसिपी - हिन्दी में पढ़ें (Rajma Dhokla in Hindi)
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વિધિ
રાજમા ઢોકળા બનાવવાની રીત
- રાજમા ઢોકળા બનાવવા માટે, સૌ પ્રથમ રાજમાને સાફ કરીને ધોઇને પાણીમાં રાત્રભર પલાળી રાખો.
- બીજે દીવસે રાજમાને નીતારીને થોડા પાણી (લગભગ ૧/૨ કપ) સાથે મિક્સરમાં પીસીને સુંવાળું ખીંરૂ તૈયાર કરી લો.
- તેમાં આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, સાકર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
- બાફવવા પહેલા, ખીરામાં ખાવાનો સોડા નાંખીને તેની પર ૨ ટીસ્પૂન પાણી છાંટી દો.
- જ્યારે પરપોટો થવા માંડે, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
- આ ખીરાને તરત જ એક ઘી ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની થાળીમાં રેડીને થાળીને હલાવીને ખીરાને સરખી રીતે પાથરી લો.
- આ થાળીને સ્ટીમરમાં મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા ઢોકળા બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- ઢોકળાને સહેજ ઠંડા પાડીને તેના ચોરસ ટુકડા પાડી લો.
- તે પછી એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને રાઇ નાંખી દો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તાં નાંખીને થોડી સેકંડ સાંતળી લો.
- આ વઘારને ઢોકળાના ટુકડા ઉપર સારી રીતે રેડી લો.
- આ રાજમા ઢોકળાને લીલી ચટણી સાથે તરત જ પીરસો.