ચોળાની ભાજી અને મસૂરની દાળ | Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal
તરલા દલાલ દ્વારા
Added to 59 cookbooks
This recipe has been viewed 8859 times
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુષ્કળ લોહ અને વિટામીન-એ છે જે સગર્ભા મહીલાઓ માટે ઉત્તમ ગણાય છે. દાળમાં રહેલા વિટામીન-એ અને પ્રોટીન શરીરની ચામડીને અને આંખોને પૌષ્ટિક્તા આપે છે. જ્યારે લોહ તત્વ એનેમિયાથી દૂર રહેવા મદદરૂપ રહે છે. અહીં અમે તેમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જેથી દાળ તો સ્વાદિષ્ટ બને છે ઉપરાંત તેમાં રહેલું વિટામીન-સી લોહ ને શોષી લેવામાં મદદ કરે છે. ભાત અથવા તમારી મનગમતી રોટી સાથે આનંદ માણો.
Method- એક પ્રેશર કુકરમાં મસૂરની દાળ, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ચોળાના પાન મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલી મસૂરની દાળ, તૈયાર કરેલી પેસ્ટ, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચોળાની ભાજી અને મસૂરની દાળ has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe