You are here: Home> આલુ ચાટ રેસીપી
આલુ ચાટ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images.
આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બેબી બટાકામાંથી બનાવવામાં આવે છે, ભારતીય મસાલામાં મેરીનેટ કરીને તેલમાં સાંતળવામાં આવે છે અને મગ, સેવ, દહીં, લસણની ચટણી, મીઠી ચટણી અને લીલી ચટણી ઉપર નાખવામાં આવે છે. અમે આલુ ચાટમાં ચના દાલ ઉમેરી છે જે સરસ સ્વાદ આપે છે.
દિલ્હી આલુ ચાટ બટાકાને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે. અમે બેબી બટાકાને ઉકાળીને અને પછી તેને નોન -સ્ટીક તવા પર રાંધીને મુંબઈ રોડસાઇડ આલુ ચાટને સ્વસ્થ બનાવી છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
મેરીનેટેડ બટાકા આલુ ચાટ માટે
1 1/4 કપ બાફેલા અને અડધા કાપેલા નાના બટાટા
3 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
2 ટીસ્પૂન ચણાનો લોટ ( besan )
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
આલુ ચાટ રેસીપી માટે અન્ય સામગ્રી
1/2 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
2 ટીસ્પૂન લીંબુ (lemon)
4 ટીસ્પૂન લીંબુ (lemon)
2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
2 જીરા પાવડર (cumin seeds (jeera) powder )
2 લાલ મરચાંનો પાવડર (red chilli powder)
4 ટેબલસ્પૂન બાફેલા ફણગાવેલા મગ
4 ટીસ્પૂન તળેલી મસાલાવાળી ચણાની દાળ
4 ટેબલસ્પૂન સેવ
આલુ ચાટને સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક પ્લેટમાં અડધા ભાગના મેરીનેટેડ બટાકાને મૂકો અને ઉપર ૧/૪ કપ જેરી લીધેલું દહીં, ૧ ટીસ્પૂન લસણની ચટણી, ૨ ટીસ્પૂન લીલી ચટણી, ૧ ચમચી મીઠી ચટણી નાંખો.
- એક ચપટી જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર, ૨ ટેબલસ્પૂન બાફેલા ફણગાવેલા મગ, ૨ ટીસ્પૂન મસાલા ચના દાલ અને ૨ ટેબલસ્પૂન સેવ નાંખો.
- આમ રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે વધુ ૧ પ્લેટ આલુ ચાટ બનાવી લો.
- આલૂ ચાટને તરત જ કોથમીરથી સજાવીને તરત જ પીરસો.
- આલુ ચાટ બનાવવા માટે, ૨ ટેબલસ્પૂન તેલ, લાલ મરચાંનો પાવડર, ધાણા-જીરું પાવડર, હળદર, આમચૂર, ચણાનો લોટ, મીઠું અને કોથમીરને એક બાઉલમાં ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો.
- બટાકાના અડધા ભાગ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૫ થી ૭ મિનિટ માટે મેરીનેડ કરવા માટે બાજુ પર રાખો.
- નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તૈયાર કરેલા મેરીનેટેડ બટાકા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.