રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | Roti ( How To Make Soft Roti Or Phulka Or Chapati)
તરલા દલાલ દ્વારા
Added to 40 cookbooks
This recipe has been viewed 13706 times
રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | roti recipe in Gujarati | with 15 amazing images.
કડક અને ચાવવી પડે તેવી રોટી ક્યારે પણ ભાવતી નથી. હવે બનાવો, કોમળ અને સ્વાદિષ્ટ રોટી, કોઇપણ જમણમાં અને જુઓ તમારા કુટુંબીજનોને તેની રંગત માણતા. રોટી બનાવવી એકદમ સરળ છે અને તે કોઇપણ જમણને સંતોષજનક બનાવે છે. તો હવે બનાવો!
આ રોટી કોઇપણ ગરમ શાક સાથે પીરસી શકો.
Add your private note
રોટી રેસીપી - Roti ( How To Make Soft Roti Or Phulka Or Chapati) recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૮ રોટી માટે
Method- એક બાઉલમાં ઘઉંનો લોટ, ૧ ટેબલસ્પૂન તેલ અને મીઠું મેળવી, જરૂરી પાણીની મદદથી, મસળીને નરમ કણિક તૈયાર કરો અને ૧૫ થી ૨૦ મિનિટ બાજુ પર રાખો.
- હવે તેમાં ૧/૨ ટેબલસ્પૂન તેલ અને જરૂરી પાણી મેળવી ફરીથી મસળી નરમ અને સુંવાળી કણિક તૈયાર કરો અને તેને ઢાંકી ૧૫ થી ૨૦ મિનિટ બાજુ પર રાખો.
- કણિકના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી પાતળી રોટી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને વધારે તાપ પર ગરમ કરી તેના પર તૈયાર કરેલી રોટીને ધીરેથી પાથરો.
- હવે રોટીને, થોડી જગ્યાએથી ફૂલી જાય ત્યાં સુધી શેકી લો. હવે રોટીને બીજી તરફ ફેરવી થોડી સેકંડ સુધી શેકી લો.
- હવે રોટીને ગેસની ખુલ્લી આંચ પર મૂકી, રોટી સંપૂર્ણપણે ફૂલે અને તેની બન્ને બાજુ પર નાના બ્રાઉન ટપકાં દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બાકીની ૭ રોટી પણ તૈયાર કરી લો.
- હવે રોટી પર ઘી ચોપડી, ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
રોટી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe