પીસ્તા ચોકો રોલ ની રેસીપી | Pista Choco Roll, Mithai Recipe
તરલા દલાલ દ્વારા
Added to 1272 cookbooks
This recipe has been viewed 4011 times
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ પીસ્તા ચોકો રોલ બને છે.
આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બનાવવામાં પણ વધુ સમય લાગતો નથી. આ રોલ તૈયાર કરી તમે તેને બે દીવસ સુધી હવાબંધ બરણીમાં રાખી શકો છો. તો આનંદથી તમારા કુંટુબીજનો સાથે આ મીઠાઇનો સ્વાદ માણો.
પીસ્તા ચોકો રોલ ની રેસીપી બનાવવા માટે- એક નૉન-સ્ટીક કઢાઇમાં માવાને ધીમા તાપ પર ૯ મિનિટ સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.
- તે પછી તેમાં સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે આ મિશ્રણ ઘટ્ટ બનીને એકત્રિત બનતું નજર પડે કે તરત જ તાપને બંધ કરીને મિશ્રણને એક મોટી થાળીમાં કાઢીને ચપટા ચમચા (spatula) વડે સરખી રીતે પાથરી લો.
- મિશ્રણને સહજ ઠંડું થવા ૧૫ મિનિટ બાજુ પર રાખ્યા પછી જ્યારે આ મિશ્રણ જરાક ગરમ હોય ત્યારે તેના ૨ સરખા ભાગ પાડી લો.
- હવે મિશ્રણના એક ભાગને એક ઊંડા બાઉલમાં અથવા મોટી થાળીમાં મૂકી તેમાં પીસ્તા, એલચી પાવડર, ગુલાબનું ઍસન્સ અને લીલો રંગ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- તે પછી મિશ્રણના બીજા ભાગને એક ઊંડા બાઉલમાં અથવા મોટી થાળીમાં મૂકી તેમાં કોકો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે લાકડાના એક બોર્ડ પર અથવા સપાટ જગ્યા પર જાડા પ્લાસ્ટીકની એક સીટ મૂકી તેની પર થોડું ઘી ચોપડી લો.
- તેની પર પીસ્તાનું તૈયાર કરેલું મિશ્રણ મૂકી સરખી રીતે હાથ વડે ૧૫૦ મી. મી. X ૧૭૫ મી. મી. (૬” x ૭”)ના લંબચોરસ આકારમાં પાથરી લો.
- હવે ચોકો-માવાના મિશ્રણને ૧૫૦ મી. મી. (૬”)ના નળાકારમાં વાળીને એ રોલને પીસ્તાના પાથરેલા ભાગની એક બાજુ પર એક ઇંચ છોડીને મૂકી દો.
- પછી તેને આ છેડાથી બીજુ છેડા તરફ પ્લાસ્ટીક સાથે સખત રીતે વાળીને રોલ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા રોલને ૧ થી ૨ કલાક માટે રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
- તે પછી રોલ ઉપરથી હળવે હાથે પ્લાસ્ટીક કાઢી ઘી ચોપડેલા ચપ્પુ વડે તેના ૧૫ સરખા ભાગ પાડી લો.
- તરત પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે આનંદથી ખાઓ. આ રોલ રેફ્રીજરેટરમાં બે દીવસ સુધી તાજા રહેશે.
હાથવગી સલાહ- રીત ક્રમાંક ૧૨ મુજબ જ્યારે રોલના ટુકડા કરવામાં જો તકલીફ પડે તો દર ૩ થી ૪ ટુકડા પાડ્યા પછી ચપ્પુ પર ફરીથી પીગળાવેલું ઘી ચોપડી લેવું.
Other Related Recipes
પીસ્તા ચોકો રોલ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Deepmala anand,
November 18, 2011
Wow.amazging.. It was so gud..i did som variation. As khoya is not available in nigeria so i used milk powder kyoya. I kneaded milk powder with water softly n den put it in freezer to set.then after som time grated it n blend the grated milk khoya..
It turn out really gud. Thank u so much
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe