પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી | Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy )
તરલા દલાલ દ્વારા
Added to 115 cookbooks
This recipe has been viewed 5693 times
આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે.
ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા વિટામીન-એ ઉમેરે છે, જેથી આ સૂપ જમણ પહેલા લઇ શકાય એવું છે.
Method- પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી બનાવવા માટે, મગને સાફ કરી ધોઇને ૫ કપ પાણી સાથે પ્રેશર કુકરમાં ૩ થી ૪ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, હીંગ અને બાફેલા મગ (પાણી સાથે) મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ઉકાળી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી કોથમીર વડે સજાવીને પૌષ્ટિક મગનું સૂપ ગરમ-ગરમ પીરસો.
હાથવગી સલાહ:- આ સૂપમાં વધુ પૌષ્ટિક્તા જોઇતી હોય તો તમે તેમાં ૧/૪ કપ સમારેલું લૉ-ફેટ પનીર અને ૧/૪ કપ ખમણેલા ગાજર રીત ક્રમાંક ૪ પછી મેળવી ધીમા તાપ પર ગાજર બરોબર બફાઇ જાય ત્યાં સુધી ઉકાળી લો.
Other Related Recipes
Accompaniments
પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી has not been reviewed
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe