ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | Kadhi ( Gujarati Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 1003 cookbooks
This recipe has been viewed 10766 times
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images.
ગુજરાતી કઢીએ ગુજરાતી રેસીપીઓમાંથી એક અવિભાજ્ય રેસીપી છે. સફેદ કઢી મૂળભૂત રીતે એક અદભૂત મીઠી અને મસાલેદાર દહીં મિશ્રણ છે જેને ચણાના લોટથી જાડું કરવામાં આવે છે, જેને પાકોડા અને કોફટ જેવા અન્ય ઘટકોનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. ગુજરાતી કઢી એ ખૂબ પ્રખ્યાત ગુજરાતી રેસીપી છે અને તે દરરોજ ઘણીવાર રાંધવામાં આવે છે.
આ સરળ વાનગીમાં કુનેહ અને પૂર્ણતાની આવશ્યકતા હોય છે, જે પ્રૅક્ટિસથી આવે છે. યાદ રાખો કે ગુજરાતી કઢીને ક્યારે પન વધારે તાપ પર ઉકાળવું નહીં કારણ કે તે કર્લ્ડ થાય છે. ગુજરાતી કઢી રેસીપી બનાવતા સમય તમારે માપનની કાળજી લેવી જોઈએ.
Add your private note
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી - Kadhi ( Gujarati Recipe) in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૬ માત્રા માટે
કઢી બનાવવા માટે- કઢી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી દો અને જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ના રહે ત્યાં સુધી જેરી લો.
- તેમાં ૩ કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
- કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા નાંખો અને થોડીવાર સુધી સાંતળી લો.
- તેમાં તૈયાર કરેલુ દહીં-ચણાના લોટ-પાણીનું મિશ્રણ, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને સાકર નાંખી, બરાબર મિક્સ કરી, વચ્ચે વચ્ચે હલાવતા ૨ મિનિટ માટે ઉકાળો.
- તાપ ઓછો કરો, ૮ થી ૧૦ મિનિટ સુધી ધીમે ધીમે ઊકળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- કઢીને કોથમીર વડે સજાવો અને રોટલી, પુરાણ પોળી અને ખીચડી સાથે ગરમા ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી
-
ગુજરાતી કઢી બનાવવા માટે | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | એક મોટા બાઉલમાં દહીં ઉમેરો.
-
ચણાનો લોટ ઉમેરો.
-
૩ કપ પાણી ઉમેરો. જો તમને જાડા કઢી ગમતી હોય તો ચણાના લોટની માત્રા વધારવો અથવા ઉમેરતા પાણીની માત્રા ઘટાડો.
-
હ્વિસ્કનો ઉપયોગ કરીને, ત્યાં સુધી સારી રીતે મિક્સ કરી દો જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે. તમે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો.
-
કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો. હંમેશા કઢીને મોટા કદની કઢાઈમાં બનાવો, કારણ કે કઢીને ઉકળવાની છે અને જો કઢાઈ નાની હશે, તો તે ઉભરાઈ જશે.
-
જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તા નાંખો અને ૩૦ સેકંડ માટે સાંતળી લો, નહીં તો બળી જશે.
-
તેમાં તૈયાર કરેલુ દહીં-ચણાના લોટ-પાણીનું મિશ્રણ ઉમેરો.
-
આદુ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરો. તે ગુજરાતી કઢીઓને એક સરસ સ્વાદ આપે છે.
-
સાકર ઉમેરો. ગુજરાતી કઢી રેસિપીમાં ઘણા ગુજરાતી ઘરગથ્થુ ગોળનો ઉપયોગ મીઠાઇ તરીકે કરે છે. તમે જે પણ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો કઢીમાં પીળો રંગ આપવા માટે હળદર પણ ઉમેરી દે છે, જો તમે ઇચ્છો તો તમે પણ ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
-
સ્વાદ માટે મીઠું ઉમેરો.
-
તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા ૨ મિનિટ સુધી રાંધી લો. સુનિશ્ચિત કરો કે તાપ વધારે નહીં હોય, નહીં તો તે ફાટવાની શરૂઆત કરે છે. પ્રારંભિક બે મિનિટમાં સતત હલાવતા રહેવું પણ મહત્વપૂર્ણ છે જેથી મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય અને બેસી ન જાય.
-
તાપ ઘટાડો અને વચ્ચે વચ્ચે હલાવતા રહી ૮ થી ૧૦ મિનિટ સુધી ઊકળો. આ બિંદુએ, તમારે સતત હલાવવાની જરૂર નથી કારણ કે હવે કઢી ફાટશે નહીં.
-
ગુજરાતી કઢી ને | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | કોથમીર વડે સજાવી રોટલી, પુરાણ પોળી અને ખીચડી સાથે ગરમા ગરમ પીરસો.
-
આ ગુજરાતી કઢી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | પેટ માટે હલકી છે, પરંતુ તમે પકોડા, વેજીટેબલ ડબકા કઢી , ભીંડા ની કઢી અથવા બાજરાના રોટલા ની કઢી પણ બનાવી શકો છો.
Other Related Recipes
Accompaniments
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
loves cooking,
July 04, 2014
It's a perfect kadhi recipe. Tastes just like how you get in restaurants. Perfect combination of sweet and sour.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe