You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સૂકા નાસ્તા > અળસીના શકરપારા
અળસીના શકરપારા

Tarla Dalal
02 January, 2025


Table of Content
અળસીના શકરપારા | ડાયાબિટીક રેસીપી | હેલ્ધી નાસ્તો | flax seed shakarpara | with 23 amazing images.
આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી.
આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે. સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ અળસી (flaxseeds)
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટેબલસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ (dried mixed herbs)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો.
- કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો.
- હવે આ ચોરસ પર ફોર્ક (fork) વડે હળવા હાથે કાંપા પાડીને પછી એક ચપ્પુ વડે ૨૫ મી. મી. (૧”)ના ચતુષ્કોણ ટુકડા પાડી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણીકના બીજા ભાગ વડે પણ શકરપારા તૈયાર કરી લો. આમ કુલ મળીને લગભગ ૪૫ શકરપારા તૈયાર થશે.
- હવે આ શકરપારાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી શકરપારા બન્ને બાજુએથી હળવા બ્રાઉન અને કરકરા બને તે રીતે વચ્ચે દર ૫ મિનિટે ઉથલાવતા રહી બેક કરી ઠંડા થવા બાજુ પર રાખો.
- તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.