નાન | Butter Naan, How To Make Butter Naan
તરલા દલાલ દ્વારા
Added to 27 cookbooks
This recipe has been viewed 9380 times
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો.
Method- એક બાઉલમાં ખમીર, સાકર અને ૫ ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ પાણી મેળવી બાઉલને ઢાંકી ૫ થી ૭ મિનિટ માટે બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, દહીં, પીગળાવેલું ઘી અને મીઠું મેળવીને તેમાં જરૂર પુરતું હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકણ અથવા મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તેની માત્રામાં થોડો વધારો થયેલો દેખાય ત્યાં સુધી બાજુ પર રાખો.
- આ કણિકના ૧૦ સરખા ભાગ પાડો.
- હવે કણિકનો એક ભાગ રોટલી વણવાના પાટ પર દબાવીને મૂકો અને તેની પર ૧/૨ ટીસ્પૂન કાળા તલનો છંટકાવ કરી, તેને સૂકા મેંદાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”)ના લંબગોળકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર નાનનો તલવાળો ભાગ નીચે રહે તે રીતે મૂકો.
- આમ નાનની એક બાજુ થોડી ફૂલી જાય તે પછી તેને ઉલટાવી લો.
- નાનની બીજી બાજુને પણ થોડી ફૂલી જાય ત્યાં સુધી શેકી લીધા પછી તેને સીધા તાપ પર તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૫ થી ૮ પ્રમાણે બાકીના ૯ નાન તૈયાર કરી લો.
- દરેક નાન પર બ્રશ વડે થોડું માખણ લગાડી તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
નાન has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe