ભારતીય જમણમાં, દહીંનો ઉપયોગ છાશ, રાયતા, કઢી, શાકમાં આધાર તરીકે અને પરાઠા અને થેપલાના લોટને બાંધવા માટે થાય છે.
દહીંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of curd, dahi, yogurt, yoghurt in Gujarati)
દહીં પાચનમાં મદદ કરે છે કારણ કે તેમાં બહુ બઘા બેક્ટેરિયા હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ હળવા રેચક તરીકે કાર્ય કરે છે, પરંતુ, ઝાડા અને મરડો થયો હોય તો, તે વરદાન રૂપ છે, જો દહીંને ભાત સાથે લેવાય છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલનો સૌથી ધનિક સ્ત્રોત છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, તમારા હૃદય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. સોડિયમ ઓછું હોવાને કારણે, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિઓ દ્વારા ખાવું સલામત છે. દહીં અને લો ફૅટ દહીં વચ્ચેનો માત્ર તફાવત એ ચરબીનું સ્તર છે. તમારા દૈનિક આહારમાં શામેલ કરવા દહીંના ફાયદાઓ વાંચો.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના દહીં ,Curdદહીં નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 14 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. દહીં જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.