You are here: Home> વિવિધ વ્યંજન > બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | baked beans and spring onion dip in Gujarati | with 19 amazing images.
ચીપ્સ્ અને ડીપ્સ્ એટલે બરણી અને ઢાંકણા જેવો સબંધ. બન્ને સંપૂર્ણપણે મળતા હોવા જોઇએ.
આ બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ એક ખાટું અને સ્વાદિષ્ટ ડીપ છે જેને ખાટા-મીઠા બેક્ડ બીન્સ, કરકરા સિમલા મરચાં અને ખુશ્બુદાર લીલા કાંદાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ ભારતીય બેકડ બીન્સ ડીપ કોઇપણ કરકરા ચીપ્સ્ સાથે મજેદાર જોડી બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ બેક્ડ બીન્સ્
1/4 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ
1/4 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
પીરસવા માટે
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને લીલો ભાગ અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમૅટો કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને ચીઝ વડે સજાવીને તમારી મનપસંદ ચીપ્સ્ સાથે તરત જ પીરસો.