મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ | Mixed Beans Curry with Potato Balls
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 180 cookbooks
This recipe has been viewed 8135 times
આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલને સર્વગુણસંપન્ન બનાવે છે.
Add your private note
મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ - Mixed Beans Curry with Potato Balls recipe in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: રાત્રભર   બનાવવાનો સમય:    કુલ સમય:    
૫ માત્રા માટે
Method- રંગૂનના વાલ અને રાજમાને જરૂરી પાણી સાથે આગલી રાત્રે પલાળી રાખો.
- બીજે દીવસે તેને નીતારીને જરૂરી પાણી સાથે એક પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળા જવા દો.
- તે પછી તેને નીતારીને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને ૩/૪ કપ પાણી મેળવી ટમેટાને મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- જ્યારે ટમેટા થોડા ઠંડા થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ટમેટાનું પલ્પ બનાવી, તેને ગરણી વડે ગાળી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર તેને ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમા તૈયાર કરેલું ટમેટાનું પલ્પ, લીલા મરચાં, મરચાં પાવડર, સાકર, મીઠું અને બાફેલા કઠોળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
બટાટાના બૉલ્સ્ માટે- બ્રેડની સ્લાઇસને પાણીમાં ૧૫ સેંકડ સુધી ડુબાડી રાખો. તે પછી તેને નીચોળીને પાણી કાઢી લો અને તેનો ભૂકો કરી લો.
- આ બ્રેડના ભૂકાને બાકીની બધી વસ્તુઓ સાથે સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડીને દરેક ભાગના ગોળ બૉલ તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સમયે થોડા-થોડા બૉલ નાંખી, બૉલ્સ્ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.
પીરસવાની રીત- જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે, તૈયાર કરેલી કરીને ગરમ કરી તેમાં બટાટાના બૉલ્સ્ નાંખી, હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe