ઘઉં અને મેથીના ખાખરા - Whole Wheat and Methi Khakhra


દ્વારા

Whole Wheat and Methi Khakhra - Read in English 
होल व्हीट एण्ड मेथी खाखरा - हिन्दी में पढ़ें 

Added to 13 cookbooks   This recipe has been viewed 1904 times

વર્ષોથી ખાખરા એક આરોગ્યદાયક નાસ્તા માટે પ્રખ્યાત છે. તેનું કરકરૂપણું, સ્વાદ કે તેની ધીરેથી શેકવાની રીત, આપણે કહી નથી શકતા કે ખાખરા આટલા સ્વાદિષ્ટ કેમ બને છે. . . પણ તે હમેશાં એક ઉત્તમ નાસ્તો બને છે. આ ખાખરા બનાવવામાં ઘણો સમય લાગે છે પણ ફાઇબરથી ભરપૂર ઘઉં અને લોહતત્વથી ભરપૂર મેથીમાંથી બનતા અત્યંત આરોગ્યદાયક ખાખરા સમય કાઢીને જરૂર બનાવવા જેવા છે.

Add your private note

Whole Wheat and Methi Khakhra recipe - How to make Whole Wheat and Methi Khakhra in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૦ ખાખરા માટે
મને બતાવો ખાખરા માટે

સામગ્રી
૧/૨ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન
૧ ટેબલસ્પૂન તલ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે
વિધિ
  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો.
  2. કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ધીમા તાપ પર દરેક ખાખરા બન્ને બાજુ પર ગુલાબી ટપકાં પડે તે રીતે શેકી લો.
  4. મલમલના કપડાની મદદથી ખાખરાને એકસરખું દબાવી ધીમા તાપ પર ખાખરા કરકરા થાય અને તેની બન્ને બાજુએ બ્રાઉન રંગના ટપકાં પડે ત્યાં સુધી શેકી લો.
  5. નીચે ઉતારી ઠંડા પડવા દો.
  6. હવે તેને હવાબંધ ડબ્બામાં ભરી દો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews