લીલા વટાણાની પૅનકેક | Green Peas Pancake
તરલા દલાલ દ્વારા
Added to 22 cookbooks
This recipe has been viewed 4999 times
આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જેથી આવી ઝટપટ બનતી અને ભાવે એવી વાનગીઓ બનાવી શકો.
Method- થોડા પાણી સાથે લીલા વટાણાને બ્લેંડરમા પીસીને કરકરું પેસ્ટ બનાવી લો.
- આ પેસ્ટ એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, હળદર, લીલા મરચાં, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.
- પૅનકેક બનાવવાના થોડા સમય પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી, હળવેથી હલાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને, થોડું તેલ ચોપડી, ગરમ કરો.
- એક નાનો ચમચો ભરીને ખીરૂ તવા પર રેડો અને તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- તેની ઉપર થોડું પનીર, ગાજર અને ટમેટા ભભરાવો અને થોડું તેલ પૅનકેકની ચારેબાજુ રેડી તેને શેકી લો.
- જ્યારે પૅનકેકની એક બાજુ શેકાય જાય એટલે પૅનકેકને ઉથલાવી, બીજી બાજુ થોડી સેકંડ માટે શેકી લો.
- રીત ક્રમાંક ૪ થી ૭ પ્રમાણે બાકીના નાના પૅનકેક બનાવી લો.
- ગરમ-ગરમ પીરસો
- હાથવગી સલાહ: તમે એક સાથે તવા પર ૫ થી ૬ પૅનકેક બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.
Other Related Recipes
લીલા વટાણાની પૅનકેક has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe